સુરત રેલવે સ્ટેશનની બહાર ધંધાકીય અદાવતમાં જીવલેણ હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશનની બહાર ધંધાકીય અદાવતમાં જીવલેણ હુમલો
ધંધાની આડમાં નશીલા પદાર્થોના વેચાણ અને નશાખોરી
પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરી

સુરત રેલવે સ્ટેશનની બહાર ધંધાકીય અદાવતમાં પિતા-પુત્રએ મળીને એક અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો હાલ પોલીસે હુમલાખોર પિતા પુત્રની ધરપકડ કરી હતી.

સુરત રેલવે સ્ટેશનની સામેના વિસ્તારમાં સાયકલ પર ગુટખા, પાન મસાલા અને અન્ય સામાનનું વેચાણ કરતા બે વિક્રેતાઓ વચ્ચે ધંધાકીય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. એવો આક્ષેપ કરાયો હતો કે ગુટખા-પાન મસાલાનું વેચાણ કરનાર વ્યક્તિ અને તેના પુત્રએ મળીને અન્ય વિક્રેતા પર સળિયા અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં વિક્રેતાનું માથું ફાટી જતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. જાહેર સ્થળે બનેલી આ ઘટનાના કારણે મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ તો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલો કરનાર પિતા-પુત્રને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ધંધાની આડમાં નશીલા પદાર્થોના વેચાણ અને નશાખોરી અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે, જોકે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *