સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
ત્રણ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી
રીઢા ઘરફોડ ચોર વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફએ નિલેશ દેવુ ભુરીયાને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાપોદ્રા પોલીસ મથકમાં ત્રણ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા મિલ્કત સંબંધી ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્ષ્ટ્રોશન સ્કોડની ટીમે બાતમીના આધારે વર્ષ 2023થી એટલે કે ત્રણ વર્ષથી કાપોદ્રા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ એવા રીઢા ઘરફોડ ચોર વિનોદ ઉર્ફે વિનુ ઉર્ફએ નિલેશ દેવુ ભુરીયાને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
