સુરતની અમરોલી પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો
ઘરફોડ ચોરીના ગુનામાં બે મહિનાથી વોન્ટેડ રીઢા આરોપી
રીઢા આરોપી સુલતાનખાન પઠાણને ઝડપી પાડ્યો
સુરતની અમરોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં બે મહિનાથી વોન્ટેડ રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ હાલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતની અમરોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અમરોલી પોલીસ મથકમાં બે મહિનાથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી કોસાડ આવાસ ખાતે રહેતા સુલતાનખાન પઠાણને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો. આરોપીએ સાથીદારો સાથે મળી ગત 6 મેના રોજ રાત્રીના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
