સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 27 ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 27 ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપ્યો
વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
રીઢા ચોર અસલમ પંચર સલીમ શેખને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 27 જેટલા ગુનામાં સંડોવાયેલા રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં મિલ્કત સંબંધી ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્ષ્ટ્રોશન સ્કોડની ટીમે બાતમીના આધારે 27 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોર અસલમ પંચર સલીમ શેખને ઝડપી પાડ્યો હતો અને પુછપરછ રતા રીઢાએ વેસુ પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીની કબુલાત કરી હતી જેને લઈ ક્રાઈમ બ્રન્ચે રીઢા ચોર અસલમ પંચર સલીમ શેખની ધરપકડ કરી તેનો કબ્જો વેસુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *