સુરતના લસકાણા વિસ્તારમાંથી અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરતના લસકાણા વિસ્તારમાંથી અપહરણ
મૈત્રી કરારમાં રહેતી યુવતીને પરિવારજનોએ બળજબરીથી કારમાં બેસાડી
સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ

સુરતના લસકાણા વિસ્તારમાંથી મૈત્રી કરારમાં રહેતી યુવતીને તેના પરિવારજનો બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના લસકાણાની સૌરાષ્ટ્ર સોસાયટીમાં યુવતીને બળજબરીથી કારમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં યુવતીને વાળ પકડીને ઢસડવામાં આવી રહી હોવાનું અને જબરદસ્તી કારમાં બેસાડવામાં આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ યુવતી અને યુવક શાળા કાળથી એકબીજાના પ્રેમમાં હતા અને 23 જૂનના રોજ બંનેએ મૈત્રી કરાર કર્યો હતો. ત્યારબાદ બંનેએ લસકાણા પોલીસ સ્ટેશનમાં સાથે રહેવાની ઈચ્છા દર્શાવતું નિવેદન પણ આપ્યું હતું. તો એવો પણ આક્ષેપ કરાયો હતો કે 17 જુલાઈના રોજ યુવતીના મામા, ભાઈ સહિત 10થી વધુ લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા. જો કે યુવતીએ તેમની સાથે જવાની ના પાડતા તેને બળજબરીથી ખેંચીને કારમાં લઈ જવામાં આવી હતી. યુવતીને બચાવવાનો પ્રયાસ કરનાર યુવક અને તેની માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને પીડિત યુવકે લસકાણા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. વાયરલ થયેલા સીસીટીવીના આધારે લસકાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *