સુરત : આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ
શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યા
મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા
ભક્તોએ જળ, બિલિપત્ર, દૂધ વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી
પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શનિવારના રોજ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડયા હતા અને શિવજીની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતાં. સુરતમાં આવેલા ભગવાન શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યા હતા. તો સુરતના અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં સહિત તમામ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતાં. ભક્તોએ જળ, બિલિપત્ર, દૂધ વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. તો સાથે શ્રાવણના અંતિમ દિવસે મંદિરોમાં મહાપૂજા સહિત અનેક આયોજનો કરાયા હતાં.
