સુરતની રાંદેર પોલીસે મડી ડ્રગ્સ અને બ્રાઉન સુગર ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરતની રાંદેર પોલીસે મડી ડ્રગ્સ અને બ્રાઉન સુગર ઝડપ્યું
ડ્રગ્સ સપ્લાય કરનારાઓને વોન્ટેડ જાહેર કર્યા
રીઝવાન ખાન અને જુનેદને રાંદેર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યારે સુરતની રાંદેર પોલીસે પાલનપુર પાટીયા પાસેથી એકને એમડી ડ્રગ્સ અને બ્રાઉન સુગર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેને ડ્રગ્સ સપ્લાય કરનારાઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈનના જથ્થા સાથે પાલનપુર પાટિયા પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે ડ્રાઈવરનો ધંધા કરતા મનીષ ધનશ્યામદાસ રૂપાણીની ધરપકડ કરી છે. અને તેની ઝડતી લેતા તેની પાસેથી પોલીસે 52 હજારથી વધુની કિંમતનો 5.21 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 1.10 લાખની કિંમતનો બ્રાઉન સુગર ડ્રગ્સનો જથ્થો સહિત અન્ય મત્તા મળી પોલીસે 2 લાખની મત્તા કબ્જે કરી હતી. જ્યારે મનીષ રૂપાણીને ડ્રગ્સ આપી જનાર રીઝવાન ખાન અને જુનેદને રાંદેર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *