સુરતના પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી
માથાભારે એવા જપા કાનાને ભાવનગરથી ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પુણા પોલીસને સોંપ્યો
સુરતના પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા માથાભારે એવા જપા કાનાને ભાવનગરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પુણા પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ એવા રીઢા માથાભારે મુળ ભાવનગરનો અને પુણાગામ ખાતે આવેલ ગીતા નગર સોસાયટી વિભાગ બેમાં રહેતા જયપાલ ઉર્ફે જપો ઉર્ફે જપા કાના ઉર્ફે જપા આતા કાનાભાઈ વાસુભાઈ ઢીલા આહીરને ભાવનગર પ્રેસકોટર જીઆઈડીસી કોલોનીમાંથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.