સુરેન્દ્રનગરમાં રોગચાળો અટકાવવા થતા દવાના છંટકાવમાં લોલમલોલ
ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર છંટાતો હોવાનો આક્ષેપ.
માત્ર સફેદ પાવડરનો છંટકાવ કરી રહી છે મહાનગરપાલિકા
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર હોવાના લોકોએ આક્ષેપો કરાતા ચકચાર ફેલાઇ છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારના માર્ગ તેમજ રહેણાંક વિસ્તારોમાં ડીડીટી પાવડરના બદલે સફેદ ચોકનો પાવડર છાંટતા અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું કે તા 3 જુલાઈએ સુરેન્દ્રનગર નવા 80 ફૂટ રોડ ખાતે રોડની બંને બાજુએ તંત્ર દ્વારા જંતુનાશક પાઉડરનો છંટકાવ કરાતો હતો. ત્યારે પાલિકાના કામદારોને આ જંતુનાશક દવા કયા પ્રકારની છે તે અંગે પૂછવામાં આવતા તેમની પાસે આનો કોઈ જવાબ ન હતો. ત્યારે જવાબદાર અધિકારીને સ્થળ ઉપર બોલાવયા. તેમણે કહ્યું, આ માત્ર ચૂનાનો પાઉડર છે. મેં એમને પૂછ્યું કે આ ચૂનાના પાવડરથી જીવજંતુ મરે કે કેમ સવાલો કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું, જ્યાં ટેસ્ટિંગ કરાવવું હોય ત્યાં કરાવી લો આખા ગુજરાતમાં આ ચૂનાનો પાઉડર નંખાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી