રાજકોટ અગ્નિકાંડની વરસીએ આગ અને આંસુની કરૂણાંતિકા

Featured Video Play Icon
Spread the love

રાજકોટ અગ્નિકાંડની વરસીએ આગ અને આંસુની કરૂણાંતિકા
દીકરો નોકરીના પહેલા દિવસે મોડું થશે કહી નીકળ્યો ને ક્યારેય ન આવ્યો,
પિતા રાત્રે 3 વાગ્યે ગેમઝોને દીકરી શોધવા જતા

રાજકોટટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. કૂલ 27 હતભાગીના આ એવા ચહેરા છે જે આજે પણ રડાવી રહ્યા છે. તો બીજી બાજુ અગ્નિકાંડના 15 પૈકી 11 પાપીઓ એક વર્ષના અંતે હજુ પણ હાલ જેમાં બંધ છે જયારે બાકીના 4 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની જ્વાળાઓ આજે પણ મૃતકોના પરિવારોના હૃદયમાં સળગી રહી છે અને એક વર્ષે પણ અનેક પરિવારોનાં આંસુ સુકાતાં નથી. આ અગ્નિકાંડમાં કોઈએ ભાઈ તો કોઈએ બહેન, કોઈએ દીકરો તો કોઈએ દીકરી, કોઈએ પતિ તો કોઈએ પિતા ગુમાવ્યા છે. તેમજ એક તો દંપતી જ અનંત યાત્રાએ ઊપડી ગયું હતું. તારીખ 25 મે 2024ની એ સાંજના 5.30 વાગ્યા પછીનો સમય નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અનેક પરિવારો માટે ડેથ ઝોન બની ગયો હતો. આ ગેમ ઝોન ખાતે સામાન્ય દિવસોમાં લોકોની મજા માણતાં માણતાં આનંદની કિલકારીઓ ગુંજતી હતી, પરંતુ આ દિવસે સાંજના 5.30 વાગ્યા પછી બચાવો બચાવોની ચિચિયારીઓ સંભળાતી હતી. ગેમ ઝોનથી 5 થી 7 કિલોમીટર દૂર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ આગ કેટલી વિકરાળ હશે ત્યારે અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થવા પર આ કરૂણાંતિકામાં સ્વજનો ગુમાવનારા પરિવારના સભ્યએ સ્વજનોને યાદ કરી અશ્રુઓ વહાવી વિયોગની પીડા વ્યક્ત કરી હતી અને ન્યાયની માંગણી સાથે આરોપીઓને કડક સજાની માંગણી કરી છે

ગુજરાત સહીત દેશભરને હચમચાવી દેનાર રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડને આજે 1 વર્ષ વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારો ન્યાય મળી શક્યો ન હોવાનો વસવસો ઠાલવી રહ્યા છે. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાને અત્યાર સુધીમાં કુલ 23 મુદત આપી દેવામાં આવી છે. અગ્નિકાંડ કેસમાં તારીખ 23/07/2024ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાયા બાદ અત્યાર સુધી 23 મુદત પૂર્ણ થઇ ચુકી છે. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી દ્વારા તારીખ 7/11/2024 ના રોજ ડ્રાફ્ટ ચાર્જ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે, દસ્તાવેજી પુરાવા લિસ્ટ પણ રજૂ કરેલ છે અને કેસ ઓપન કર્યો છે. અત્યારસુધીમાં આ કેસ કમિટ થતા કુલ 23 મુદત આપવામાં આવી છે. કુલ 15 આરોપીઓ પૈકી 11 આરોપીએ જેલમાં બંધ છે અને બાકીના 4 આરોપીએ જામીન અરજી કરતા હાઇકોર્ટે 3 અને સેશન્સ કોર્ટે 1 આરોપીની જામીન અરજી મંજુર કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *