સુરત સહિત રાજ્યમાં આજે એલઆરડીની પરિક્ષા યોજાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત રાજ્યમાં આજે એલઆરડીની પરિક્ષા યોજાઈ
ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા પૂર્ણ
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોએ પરીક્ષા આપી
વરાછા પોલીસે સરાહનીય કામગીરી કરી

સુરત સહિત રાજ્યમાં આજે એલઆરડીની પરિક્ષા યોજાઈ હતી. જેમાં વરાછા પોલીસ એક ઉમેદવાર કે જેનુ થોડા સમય પહેલા જ અકસ્માત થયુ હોય તેને ઉંચકીને પરિક્ષા ખંડ સુધી બેસાડી આવી હતી.

સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર જિલ્લામાં આજે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળની પરિક્ષાનુ આયોજન કરાયુ હતું. જેમાં અનેક જિલ્લામાંથી ઉમેદવારો અન્ય જિલ્લામાં પરિક્ષા આપવા ગયા હતા. ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં પોલીસની એક સરાહનીય કામગીરી જોવા મળી હતી. જેમાં આણંદ જિલ્લાથી સુરતમાં લોકરક્ષકની પરિક્ષા આપવા આવેલા ઉમેદવાર ધવલસિંહહિંમતસિંહ રાજ કે જેઓનુ થોડા સમય પહેલા અકસ્માત થયો હોય તેઓ ચાલી શકતા ન હોવાથી વરાછા પોલીસના જવાનોએ તેમને ઉંચકીને નિયમ મુજબ બાયોમેટ્રીક કરાવી વર્ગખંડમાં બેસાડ્યો હતો. જેને લઈ ઉમેદવાર સહિત લોકોએ પણ વરાછા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *