સુરતમાં ફરાર આરોપી ઝડપાયા
ગુજસીટોકના ગુનામાં 9 મહિનાથી વોન્ટેડ હતા
પોલીસે આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા રીઢાઓને એલસીબી ઝોન થ્રી અને ચોક બજાર પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નવ મહિના પહેલા સાયબર ગુનો આચરતી ટોળકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આરોપીઓ જેમાં નિખીલ દિનેશ મકવાણા તથા પ્રતિક દિનેશ મકવાણાને સુરત ડીસીપી ઝોન થ્રી રાઘવ જૈન ની એલ.સી.બી. ઝોન થ્રીની ટીમ અને ચોક બજાર પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતાં. તો ઝડપાયેલી આરોપી મુખ્ય સુત્રદાર મિલન ઉર્ફે મિલો ઉર્ફે કાનો શિવાય ઉર્ફે જોની ઉર્ફે લાલો વાઘેલા ના સંપર્કમાં આવી ગુનો આચરતા હોવાની કબુલાત કરી હતી. હાલ તો આરોપીઓનો કબ્જો સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
