હીરાની ખરીદી બાદ પેમેન્ટ ન ચૂકવનાર ઝડપાયા
ઈકોનોમિક સેલે 2 મળી કુલ 4 આરોપીઓને દબોચ્યા
ડાયમંડની કિંમત 4.05 કરોડ હોવાનું સામે આવ્યું
વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હિરા ખરીદી રૂપિયા ન ચુકવી ઠગાઈ આચરનાર વધુ બે આરોપીઓને આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે.
વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર વધુ બે મળી કુલ ચાર આરોપી ઝડપાયા છે. ઈકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના 24 કલાકમાં 6 ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે. આ ડાયમંડની કિંમત 4.05 કરોડ હોવાનું સામે આવ્યું છે. આ તમામ ડાયમંડનું જીઆઈએ સર્ટિફિકેટશન પણ કરવામાં આવ્યું છે. આ ઈસમોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી કરી હતી. વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આર્સન ઈસાકો જણાવ્યું હતું. આ ઈસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા, વિનય કેડિયા, રાહીલ મહે,તા જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી. રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મુકેલા હીરાની ઇન્કવાયરી કરતા અને ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગ ના બાયર બની હીરા ખરીદતા હતાં. વેપારીઓને વિશ્વાસમાં લેવા એક્સીમ પિડીયા નામની વેબસાઈટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીના ફોટો ડાઉનલોડ કરતા અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરે હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા. તો આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ પર દેવું થઈ જતા આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા અને તમામને અલગ અલગ ધંધામાં નુકશાન થયો હતો. ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મુકાયા તો અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બના
