સુરત માંગરોળના પીપોદર ગામેથી ઝડપાયું ફટાકડાનું ગેરકાયદેર ગોડાઉન,

Featured Video Play Icon
Spread the love

સુરત માંગરોળના પીપોદર ગામેથી ઝડપાયું ફટાકડાનું ગેરકાયદેર ગોડાઉન,
86 લાખથી વધુનો માલ જપ્ત કરાયો,

દિવાળીનો તહેવાર નજીકમાં જ છે. ફટાકડાની દુકાનો,ગોડાઉન અને ફેકટરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતના ફટાકડાનું ગેરકાયદેર ગોડાઉન ઝડપાયું છે.

માંગરોળ તાલુકાના પીપોદર ગામમાં આવેલા પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે.દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત જિલ્લામાં ફટાકડાનું આગમન શરૂ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ ન થાય અને પૂરતી ફાયર સેફ્ટી જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ તમામ પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇને માર્ગદર્શનની સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, કોસંબા પોલીસે એક વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં એક ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન મળી આવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી, તેમજ ફટાકડા સંગ્રહ કરવા માટેનું કોઈ લાયસન્સ પણ ધરાવવામાં આવતું ન હતું. કોસંબા પોલીસે તુરંત કાર્યવાહી કરીને ગોડાઉનમાંથી કુલ 86 લાખ 71 હજાર રૂપિયાની કિંમતના ફટાકડા જપ્ત કર્યા છે. હાલમાં, આ ગેરકાયદેસર ગોડાઉનના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *