મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વીજ કનેક્શન આપવાની કામગીરી
એક જ દિવસમાં 313 જેટલા લોકોને વીજ કનેક્શન
શહેરના વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજનો ખૂબ મોટો પ્રશ્ન હતો.
મોરબીના વાડી વિસ્તારમાં રહેતા 313 લોકોને વીજ કનેક્શન આપવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ સાથે એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા, જે એક નવો ઇતિહાસ બન્યો છે.
મોરબીના વાડી વિસ્તારમાં રહેતા 313 લોકોને વીજ કનેક્શન આપવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો, મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત એક જ દિવસમાં 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવાની કામગીરી થઈ છે આ વાડી વિસ્તારમાં, જ્યાં મુખ્યત્વે સતવારા સમાજના લોકો વસવાટ કરે છે, તેઓને રહેણાંક મકાન માટે વીજ કનેક્શન મેળવવામાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી. તેમણે સરકારમાંથી વિશેષ મંજૂરી મેળવી હતી, જેના પરિણામે આ સમસ્યાનો ઉકેલ શક્ય બન્યો. વિકાસ સપ્તાહ અંતર્ગત અને ‘વન ઓવર વન કનેક્શન’ અભિયાન હેઠળ, PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતનભાઈ જોષી આજે મોરબીમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારોમાં રહેતા કુલ 313 લોકોને વીજ કનેક્શન આપવાની કાર્યવાહી કરવામાં આવી. વીજ કંપનીના અધિકારીઓએ બાકીના લોકોને પણ વહેલી તકે કનેક્શન મળી જશે તેવી ખાતરી આપી છે. આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
