ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદમાં.
મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે.
સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત આગામી 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. બે દિવસ ગુજરાતની મુલાકાતમાં અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે
ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે સંઘચાલક મોહન ભાગવત મુલાકાત કરશે. કોબા ખાતે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને દિવાળી પહેલા સરસંઘચાલક મોહન ભાગવતની ગુજરાત મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે RSS સુપ્રીમો મોહન ભાગવત અમદાવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એરપોર્ટથી સીધા અમદાવાદના સંઘ કાર્યાલય ડો. હેડગેવાર ભવન ખાતે પહોંચશે. જ્યાં બપોરે સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે જશે. આચાર્ય મહા શ્રવણજી સાથે મુલાકાત કરી અને પ્રવચન આપશે. બાદમાં બપોરે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે પરત ફરશે. બપોરે સંઘ કાર્યાલય ખાતે તેઓ ફરી સંઘના ઉચ્ચ હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.
તાજેતરમાં જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. ભાજપમાં આગામી દિવસોમાં ખૂબ મોટા ફેરફાર થઈ શકે છે ત્યારે દિવાળી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક આવી રહ્યા છે અને બે દિવસ સતત બેઠકોનો દોર કરવાના છે ત્યારે ખૂબ ગુજરાતના રાજકારણમાં સંઘનું યોગદાન સૂચક માનવામાં આવી રહ્યું છે. બે દિવસ મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ મોહન ભાગવતની મુલાકાત કરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
