અમદાવાદમાં દુકાન સીલ છતાં માવાનું વેચાણ
દિવાળીના તહેવારને લઇ વેપારીઓ પર તંત્રનું એક્શન.
વેપારી બેફામ બનીને માવાનું વેચાણ કરતો કેમેરામાં કેદ
અમદાવાદમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બની રહ્યાં છે, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી માવાની દુકાન કોર્પોરેશને સીલ કરી છે તેમ છત્તા વેપારી બેફામ બનીને માવાનું વેચાણ કરી રહ્યો છે, આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે
અમદાવાદમાં સીલ કરાયેલી દુકાનની બહારથી માવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, કોર્પોરેશને સબબ બાબતને લઈ માવાની દુકાન સીલ કરી છે અને અખાદ્ય માવો મળતા દુકાન સીલ કરાઇ હતી તેમ છત્તા માવાનું વેચાણ ચાલું છે, કોના આશીર્વાદ હેઠળ આ વેપારી માવાનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે તેમ સમજાતું નથી, તો પોલીસ અને કોર્પોરેશન આ વેપારી સામે ફરી કરશે કોઈ કાર્યવાહી તેને લઈ લોકમુખે અન્ય વેપારીઓમાં ચર્ચા ચાલી રહી છે. કેમેરા જોઇ માવો વેચી રહેલ શખ્સ ફરાર થયો છે, વાસી માવો વેચતો હોવાની વાત સાથે કોર્પોરેશને દુકાન સીલ કરી હતી પરંતુ આ વેપારી ખુલ્લી રીતે માવાનું હજી પણ વેચાણ કરી રહ્યો છે, કાલુપુર વિસ્તારમાં અખાદ્ય માવાનું બેફામ વેચાણ ચાલતું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, કોર્પોરેશને માત્ર દુકાન સીલ મારીને સંતોષ માન્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ બિંદાસ રીતે હજી પણ વેપાર કરી રહ્યાં છે.અમદાવાદમાં ચાંદીનો ભાવ પતિ કિલો 1,70,000 રૂપિયા બોલાઇ રહ્યો છે. શહેરમાં વિવિધ જ્વેલર્સની દુકાનોમાં ચાંદી ‘આઉટ ઓફ સ્ટોક છે ? ઓર્ડર આપ્યું બે-ચાર દિવસે ચાંદી માંડ મળી રહી છે. ત્યારે વિવિધ મીઠાઈઓ ઉપર ચાંદીનો વરખ લગાવલી શું વેપારીઓને પોષાય તેમ છે ? દિવાળી ક્ષણે હજારો કિલો મીઠાઈ ઓનું વેચાણ થતું હોય છે ત્યારે શું મીઠાઈ પર જોવા મળતી ગાંદીની વરખ અસલી હશે કે નકલી ? નકલી હશે તો આરોગ્યને શું નુકસાન કરશે ? શું નકલી વરખ ખારી હિતાવહ છે કે નહીં ? ચાંદીની વરખ અસલી છેકે તકલી તેની ઓળખ કઈ રીતે કરવી તે સહિતના વિવિધ પ્રશ્નો હાલ શહેરીજનોના મતમાં ઉઠી રહ્યા છે. ચાંદીની વરખ એટલે અતિસુક્ષ્મ ચાંદીની ચાદર જે મીઠાઈઓ, પાન, દવા અને શાહી વાનગીઓ પર ચમક અને શોભા માટે લગાવાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
