સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપ્યા
બે આરોપીઓને આંધ્રપ્રદેશમાંથી ઝડપી પાડ્યા
આરોપીઓ સુધી પહોંચવા ઈન્સ્ટ્રાગ્રામ આઈડીને ટ્રેક કરી

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ મહિલા સહિત બે આરોપીઓને આંધ્રપ્રદેશમાંથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો પોલીસે આરોપીઓ સુધી પહોંચવા ઈન્સ્ટ્રાગ્રામ આઈડીને ટ્રેક કરી હોવાનુ સામે આવ્યુ છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમારની સુચનાને લઈ સચીન જીઆઈડીસી પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે પીઆઈ કેએ ગોહિલની ટીમના પીએસઆઈ એચઆર પટેલની ટીમના અહેકો રઘુભાઈ, અહેકો મહેન્દ્રસિંહ તથા અહેકો અંકીતાબેનને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 2024માં થયેલી 6.11 લાખના સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી દંપતી વિકાસકુમાર રામધની યાદવ અને અનન્યાસિંહને ટેકનિકલ સર્વેલન્સ, ઈન્સ્ટાગ્રામ આઈડી ટ્રેકિંગ અને હ્યુમન સોર્સીસની મદદથી આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાંથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપડક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *