સુરતમાં પોતાના જ અસીલની સગીર બાળકી સાથે દુષ્કર્મ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પોતાના જ અસીલની સગીર બાળકી સાથે દુષ્કર્મ
વકીલને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપ્યો
વકીલ પ્રણયરાજ ગોવિંદ રણવીરને ઝડપી પાડ્યો

સુરતમાં પોતાના જ અસીલની સગીર બાળકીને નોકરીની લાલચ અને ધમકી આપી દુષ્કર્મ આચરનાર વકીલને સચીન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદીની 12 વર્ષ 8 મહિનાની સગીર વયની દિકરીનુ અપહરણ થયુ હો જે અંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો ત્યારબાદ 23 નવેમ્બર 2025ના રોજ દિકરી મળી આવી હતી. જે કેસમાં ફરિયાદી તરફે આરોપી એડવોકેટ પ્રણયરાજ રણવીર કોર્ટમાં કેસ લડતો હોય વકીલે સગીરાને ઘરકામની નોકરીની લાલચ આપી અગાઉના કેસમાંનુકશાન કરાવવા ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે બાળકીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલ સાથે તપાસમાં જોડાઈ હતી અને અહેકો દિનેશભાઈ તથા ભરતસિંહ અને અપોકો બળવંતસિંહએ ગણતરીના કલાકોમાંજ આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદ રણવીરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *