દાહોદ જિલ્લામા ભગવાન શ્રીજગન્નાથજીની ૧૯ મી ભવ્ય રથ યાત્રા

Featured Video Play Icon
Spread the love

દાહોદ જિલ્લામા ભગવાન શ્રીજગન્નાથજીની ૧૯ મી ભવ્ય રથ યાત્રા
રણછોડરયજીના મંદિરેથી વહેલી સવારે યાત્રા નીકળી
શ્રી ભગવાન જગન્નાથજીની આરતી કરી યાત્રા પ્રારંભ કરી હ

દાહોદ જિલ્લામા ભગવાન શ્રી જગન્નાથજીની ૧૯મી ભવ્ય રથ યાત્રા દાહોદ હનુમાન બજાર ના રણછોડરયજીના મંદિરેથી વહેલી સવારે શ્રી જગન્નાથજીની યાત્રા નીકળી હતી

દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની ૧૯મી રથ યાત્રા નીકળી, વહેલી સવારે શ્રી ભગવાન જગન્નાથજીની આરતી આ તમામ મહાનુભાવોએ કરી, ભગવાન શ્રીની રથ યાત્રાને આગળ વધારવા માટે શરૂઆત કરી હતી અને પછી દોરડા વડે ભગવાનના રથને આગળ તરફ વધાર્યું અને યાત્રાની શરૂઆત થઇ અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદના પડાવા થઇ સરદાર ચોકથી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજારમાં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી અને પરત ત્યાંથી બપોરે નીકળી અને દાહોદના ગોવિંદનગર વિસ્તારમાંથી થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે પહોંચી હતી. રથ યાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો અને કોઈ પણ અનિશ્ચિય બનાવ ના બને તેને પુરે પુરી તકેદારી રાખી હતી.

રથયાત્રામાં ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી સાતો સાત મહિલાઓએ દાંડિયા રમી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને પરંપરાગત આદિવાસી ડાંસ પણ રજુ કરવામાં આવ્યું હતું, આ રથ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દાહોદ જિલ્લાના સાંસદ જસવંત સિંહ ભાભોર , કલેકટર સુરભી ગૌતમ, જિલ્લા પ્રમુખ સ્નૈહલ ધરીયા, ધારસભ્ય કનૈયા કિશોરી , જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ ઝાલા, સુધીર લાલપુરવાલા તેમજ અન્ય નેતાઓ રણછોડરાયજીના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *