સુરતમાં ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો
સારોલી પોલીસે ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા
આરોપીઓ પાસેથી પોલીસે લાખોના મુદ્દામાલ કબ્જે કર્યો
કર્ણાટકના ડાવનગેરે શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સુરત ભાગી આવેલા ત્રણ રીઢાઓને સારોલી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનના નેજા હેઠળ સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. એસ.આર. વેકરીયા તથા પી.એસ.આઈ. એસ.આર. રાણા ની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈને મળેલી બાતમીના આધારે ત્રણ રીઢા ઘરફોડ ચોર શ્યામસિંહ માનસિંહ રાવત, કવરપાલ ત્રિલોકસીંગ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતને ઝડપી પાડી તેઓની પાસેથી 14 લાખ 47 હજારથી વધુના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓની પુછપરછ કરતા તેઓએ કર્ણાટકના ડાવનગેરે શહેરના વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. હાલ તો સારોલી પોલીસે આરોપીઓનો કબ્જો કર્ણાટક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
