સુરતની રાંદેર પોલીસે 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની રાંદેર પોલીસે 31 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો
વર્ષ 1985માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર
આરોપી શ્રીચંદ રામદયાલ શાહને ઉત્તરપ્રદેશના બાંદાથી ઝડપી પાડ્યો

સુરતની રાંદેર પોલીસે ઓપરેશન કારાવાસ હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનમાં વર્ષ 1985માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર આરોપીને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન કારાવાસ અંતર્ગત નાસતા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન રાંદેર પીઆઈ ટીબી પંડ્યાની ટીમ પીએસઆઈ બીજી વસાવા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ કિરીટસિંહ તથા અહેકો રહીશભાઈ અને અહેકો શક્તિસિંહને એવી બાતમી મળી હતી કે નોકર ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી પોતાના વતનમાં છુપાઈને રહે છે. જેથી  રાંદેર પોલીસની ટીમે ઉત્તરપ્રદેશમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ હાથ ધરી વર્ષ 1985માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસતા ફરતા આરોપી શ્રીચંદ રામદયાલ શાહને રાંદેર પોલીસે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *