સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રામાં દરોડા પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રામાં દરોડા પાડ્યા
પોપડામાં ચાલતા જુગારધામ પર દરોડા
જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલ અકશર ડાયમંડ સીટીની સામે પોપડામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાપોદ્રા પોલીસ મથકની હદમાં કાપોદ્રા અકશર ડાયમંડ સીટી સામે પોપડામાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી ત્યાંથી જુગારીઓ સંતોષ પાટીલ, મુકેશ દેવીપુજક, નાસીરમીયા શેખ, સુનીલ ઠાકરે, હરીશ પટેલ, ધનસુખ પટેલ, ઈરફાન શેખ, મગન પવાર, આનંદ ભીલાડે, હરીભાઈ ગઢીયા, નાગજી પરમાર, મધુભાઈ પરિડા, દયાલ લાઠીયા, જયદીપ સોલંકી, હસમુખ વેગડ, સંતોષ રાને, હિંમત વાઘેલા, યોગેશ રાને, મેહુલ ચૌહાણ, મધુ ગોહેલ અને પંકજ સોલંકીને ઝડપી પાડી દાવ પરનાર રૂપિયા, મોબાઈલ સહિત 2 લાખ 62 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. જ્યારે જુગારધામ ચલાવનાર નાનુ પાટીલ અને અન્યો ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *