જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિશેષ બ્રાઇડલ શો
ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સ દ્વારા વિશેષ બ્રાઇડલ શો
લેબગ્રોન ડાયમંડ જ્વેલરીએ ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા
ગ્લોબલ બિઝનેસ સોશિયલ જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સ દ્વારા વિશેષ બ્રાઇડલ શો રજૂ કરાયો હતો. આધુનિકતા અને પરંપરાના સંગમ સાથે તૈયાર કરાયેલા વેડિંગ કલેક્શન અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીએ ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને ફેશન વીકમાં ફેશનપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો સીમ્સ અને સોનાની જ્વેલર્સનો કોમ્બાઇન બ્રાઇડલ શો. આ શોમાં આગામી લગ્ન સીઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ભવ્ય વેડિંગ કલેક્શનનું અનાવરણ કરાયુ હતું. પ્રખ્યાત ડિઝાઈનર સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્રાઇડલ આઉટફિટ્સમાં પરંપરાગત સૌંદર્ય અને આધુનિક ફેશનનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. દરેક ડિઝાઇનમાં ભારતીય લગ્નોની ભવ્યતા અને નવીનતાની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. આ ભવ્ય આઉટફિટ્સ સાથે સુરતની સોનાની જ્વેલર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી લેબગ્રોન ડાયમંડ જ્વેલરીએ રેમ્પ પર ચાર ચાંદ લગાવી દીધા હતા. સુરતમાં દેશના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ તરીકે ઓળખાતી બ્રાન્ડે પોતાની નવી વેડિંગ કલેક્શન પણ આ પ્રસંગે રજૂ કરી હતી. શો દરમિયાન 12 મહિલા મોડલ, બે પુરુષ મોડલ અને એક શો-સ્ટોપર સહિત કુલ 15 આકર્ષક લુક્સ રજૂ કરવામાં આવ્યા હતા.
ખાસ વાત એ રહી કે શો-સ્ટોપર આઉટફિટને વર્તમાન મિસ ઇન્ડિયા 2026 દ્વારા રેમ્પ પર રજૂ કરાયો હતો, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. દરેક પ્રેઝન્ટેશનમાં બ્રાઇડલ વસ્ત્રો અને ડાયમંડ જ્વેલરીનું સુમેળભર્યું સંયોજન જોવા મળ્યું હતું. ઉપસ્થિત મહેમાનો, ઉદ્યોગસાહસિકો અને ફેશનપ્રેમીઓએ આ અનોખા કલેક્શનને વધાવી લીધું હતું. ઉલ્લેખનીય છે કે જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીબીએસની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સીમ્સ અને સોનાની જ્વેલર્સનું આ બ્રાઇડલ કલેક્શન સમગ્ર ફેશન વીકનું વિશેષ આકર્ષણ બની રહ્યું હતું.
