સુરતમાં સીનીયર સિટીઝન મહિલાને બેભાન કરી દાગીનની લુંટ
દાગીના લુંટતી વડોદરાની રીઢી રીક્ષા ગેંગની બે મહિલા ઝડપાઇ
ક્રાઈમ બ્રાન્ચે સુરત અને હરિયાણાના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
સુરતમાં સીનીયર સિટીઝન મહિલાને બેભાન કરી દાગીના લુંટતી વડોદરાની રીઢી રીક્ષા ગેંગની બે મહિલા સહિત ચાર લુંટારૂઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી સુરત અને હરિયાણાના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરતમાં બનતા ગુનાઓ અટકાવવા અને ગુનાઓ આચરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં સિનિયર સિટિઝન મહિલાને બેભાન કરી સોનાની બંગડીની લુંટ કરી ભાગી છુટેલી વડોદરાની રીક્ષા ગેંગની બે મહિલાઓ આશાબેન કિશોર દેવીપુજ, સંગીતાબેન ગોવિંદ દેવીપુજક અને રાજેશ પરમાર દેવીપુજક તથા સરજુ બાલીકદાસ ચુડાસમા દેવીપુજકને ઝડપી પાડી ઉત્રાણ પોલીસ મથકનો તથા હરિયાણાના પાલમ વીહાર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
