સુરતમાં ગુનેગારો સામે પોલીસે હવે લાલ આંખ કરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગુનેગારો સામે પોલીસે હવે લાલ આંખ કરી
હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટી એક્ટના ગુનાના આરોપીનું સરઘસ
ડીસીપીએ જાહેરમાં જ આરોપીઓને કાયદાનુ ભાન કરાવ્યું

સુરતમાં ગુનેગારો સામે પોલીસે હવે લાલ આંખ કરી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટી એક્ટના ગુનાને અંજામ આપનાર પાંચ આરોપીઓને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં. ત્યારે ઈન્ચાર્જ ડીસીપીએ જાહેરમાં જ આરોપીઓને કાયદાનુ ભાન કરાવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરતમાં હવે ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના માનદરવાજા રેલ રાહત કોલોનીમાં ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે ખૂનની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અને સલાબતપુરા પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી ગુનામાં સંડોવાયેલા તમામ 5 આરોપીઓને ઝડપી પાડી સરાજાહેર સરભરા કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તો ગુનોગારોને સુરત શહેર પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *