કુંભારવાડામાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણેય હુમલાખોર ઝડપાયા
ડી ડિવિઝન પોલીસે હુમલાખોરોને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને આ જ વિસ્તારમાં આવેલ બીએમસીના પંપિંગ સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન પર પંપિંગ સ્ટેશનમાં બેસવા દેવા બાબતને લઈને ત્રણ શખ્સોએ હથિયારો વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય હુમલાખોરોને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવવા અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાનુબેનની વાડી મફતનગરમાં રહેતા અને કુંભારવાડામાં જ આવેલ બીએમસીના વોટર પંપિંગ સ્ટેશનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજુ લાભુ જાંબુચા ઉંમર વર્ષ 39 એ કુંભારવાડામાં જ રહેતા અજય ભરત પરમાર, વિજય ઉર્ફે સાંગો ભરત પરમાર અને ભરત ધીરુ પરમાર વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેય જણા પંપિંગ સ્ટેશનમાં ગેરકાયદે પ્રવેશ કરી બેસવા માંગતા હોય આથી ફરિયાદી રાહ જુએ તેમને અટકાવી બેસવા દેવાની ના પાડતા આ વાતની દાજ રાખીને ત્રણેય શખ્સોએ રાજુ પર પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ અંગે રાજુએ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ફરિયાદી રાજ ઉપર હુમલો કરનાર અજય ભરત પરમાર ઉંમર વર્ષ 20, વિજય ઉર્ફે સાંગો ભરત પરમાર ઉંમર વર્ષ 24, અને ભરત ધીરુ પરમાર ઉંમર વર્ષ 47 વાળા ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે…
