સુરતના ઉધના વિસ્તારમાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં ગુમ થયેલી ત્રણ સગીરાઓ
ત્રણ સગીરાઓને સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના ઈટારસીથી પોલીસે શોધી
ઉધના પોલીસે ત્રણેય સગીરાઓનો કબ્જો મેળવી બંને આરોપીને પકડ્યા

સુરતના ઉધના વિસ્તારમાંથી ગુમ થયેલી ત્રણ સગીરાઓને સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના ઈટારસી રેલ્વે સ્ટેશન પરથી પોલીસે શોધી કાઢી હતી.

સુરતના નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ એ જણાવ્યું હતું કે ઉધનામાં રહેતી ત્રણેય સગીરાઓ અચાનક ગુમ થતા પોલીસ તંત્રમાં ચિંતા ફેલાઈ હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન ટ્રેસિંગના આધારે પોલીસને મહત્વપૂર્ણ કડીઓ મળી હતી, જેના આધારે ટીમને ઇટારસી તરફ રવાના કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પાડોશમાં રહેતા બે યુવકો દ્વારા ત્રણેય સગીરાઓને ફોસલાવીને ભગાડી લઈ જવાઈ હતી. ત્યારબાદ પોલીસ, આરપીએફ અને ટેકનિકલ ટીમની સંયુક્ત કામગીરીથી ઇટારસી રેલ્વે સ્ટેશનથી ત્રણેય દીકરીઓને સહી સલામત શોધી કાઢવામાં આવી હતી. ઉધના પોલીસે ત્રણેય સગીરાઓનો કબ્જો મેળવી બંને આરોપી યુવકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *