વાવ-થરાદમાં કેનાલના પ્રશ્ને ખેડૂતોનાં ધરણાં

Featured Video Play Icon
Spread the love

વાવ-થરાદમાં કેનાલના પ્રશ્ને ખેડૂતોનાં ધરણાં
સરકારના ચોપડે પાકી કેનાલ, સ્થળ પર માટીની કેનાલ

વાવ-થરાદના બાલુંત્રી ગામની સીમમાંથી પસાર થતી માઈનોર-2 કેનાલમાં આશરે 10 ફૂટનું ગાબડું પડ્યું. પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂત ભગવાન પટેલના ત્રણ એકર પાકને નુકસાન થયું. લાખો લિટર પાણી પણ વેડફાયું.

વાવ-થરાદની કેનાલ તૂટતાં પાણી આસપાસનાં ખેતરોમાં ઘૂસી ગયું હતું. ભગવાન પટેલની ત્રણ એકર જમીનમાં તૈયાર પાકમાં પાણી ભરાઈ જતાં પાકને નુકસાન થયું. સરહદી પંથકમાં અગાઉ પણ કેનાલોમાં ગાબડાં પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આવી ઘટનાઓ ચાલુ રહેતાં ખેડૂતોમાં ચિંતા છે. વાવ-થરાદમાં કેનાલની સમસ્યાને લઈને ખેડૂતોના ધરણાં અને આંદોલનના અહેવાલો આવ્યા છે, જેમાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત પણ જોડાતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે

કેનાલની જાળવણી અને સમયસર સમારકામ ન થવા અંગે સવાલો ઊઠ્યા છે. કેનાલની સફાઈ અને સમયસર સમારકામ વિના પાણી છોડાતા તથા કેનાલો તૂટવાની ઘટનાઓથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો છે. ખેડૂતો દ્વારા કેનાલનું તાત્કાલિક સમારકામ કરવા અને નુકસાનગ્રસ્ત પાકનું સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *