સુરતના ડુમસમાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા
ચાર તરુણી અને સુરતના ત્રણ યુવાન ફાર્મ માંથી ઝડપાયા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના ડુમસ રોડ પર આવેલ એરપોર્ટ સામે આશિર્વાદ ફાર્મના 114 નંબરના બંગલામાં દરોડા પાડ્યા હતાં જ્યાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી તો મહિલા સહિતનાઓ પાસેથી એમડી ડ્રગ્સ પણ કબ્જે કરાયો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પી.આઈ. ચંદ્રશેખર પનારાની ટીમે બાતમીના આધારે 10 જુલાઈના રોજ રાત્રે ડુમસ રોડ એરપોર્ટ સામે આવેલ આશિર્વાદ ફાર્મના બંગલા નંબર 114માં દરોડા પાડ્યા હતા જ્યાંથી દારૂની મહેફીલ માણતા ચિરાગ કાળુ માણીયા, રજત અનિલ પાઠક, ધર્મેશ છોટાળા, પૂજા દલબીર સીંગ, દીપા પરીયાર રૂકમાન દમાઈ, અનુરાધા તીનનાથ વિશ્વાસ અને બ્રુનેલ અનિષા અજય દાસને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ પાસેથી દારૂની બોટલો સાથે એમડી ડ્રગ્સ પણ મળી આવ્યો હતો જેથી સાતેય આરોપીઓ વિરૂદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.