સુરતમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ.
કન્સ્ટ્રક્શનની ઓફિસની આડમાં ચાલતા શેરમાર્કેટ ટ્રેડિંગનો પર્દાફાશ.
અલગ અલગ સોફ્ટવેર મારફતે લોકોને રોકાણ કરાવી ડબ્બા ટ્રેડિંગ કરાતું હતું.
કરોડના આર્થિક વ્યવહારો મળતાં 8 આરોપીની ધરપકડ

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં કન્સ્ટ્રકશનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડીંગને લગતી કેસ્ટીલો નાઈન તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઉભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટ ફોર ડોટ કોમ અને એક્સેચ ડોટ કોમ, પવનએક્સ, ઈંગ્લીશ નાઈન નાઈન નાઈન જેવી વેબ સોફટવેર દ્વારા ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમીંગ રમાડનારાઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં ચાલતી અલગ અલગ ગેરકાયદેસર પ્રવ્રુતિઓ શેરમાર્કેટ ટ્રેડીંગ, ગેમીંગ પ્રવ્રુતિઓને વહેલી તકે પકડી પાડી વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા આપેલી સુચનાને લઈ સંયુકત પોલીસ કમિશન ક્રાઈમ રાધવેન્દ્ર વત્સ તથા એસઓજીની નાયબ પોલીસ કમિશન રાજદીપસિંહ નકુમ ના સીધા માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી ના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ. સોનારાની સુચના મુજબ એસ.ઓ.જીના પોલીસ સબ ઈન્સપેકટ આર.એસ. ભાટીયા તેમની ટીમ સાથે સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનાર્મ હેડ કોન્ટેબલ સંજયભાઈ પાતાભાઈ તથા અનાર્મહેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈને મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે શેરમાર્કેટ ટ્રેડીંગ લગત તેમજ ગેમીંગ લગત ગેરકાયદેસર પ્રવ્રુતિઓનો પર્દાફાષ કરી ગેંગને ઝડપી પાડી હતી. ઝડપાયેલા આરોપીઓ જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરીયા વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયા, જયદીપ કાનજીભાઈ પીપળીયા, ભાવિન અરવિંદભાઈ હિરપરા, નવનીત ચતુરભાઈ ગેવરીયા, સાહીલ મુકેશભાઈ સુવાગીયા, ભાવેશ જીણાભાઈ કિહલા અને બકુલ મગનભાઈ તરસરીયાને ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ કન્સ્ટ્રકશનની ઓફિસની આડમાં ગેરકાયદે રીતે શેર માર્કેટમાં ટ્રેડીંગને લગતી કેસ્ટીલો નાઈન તથા સ્ટોકગ્રો વેબ સોફ્ટવેર ડેવલોપર્સ થકી ડેવલોપ કરી અલગ અલગ ગ્રાહકો ઉભા કરી રોકાણ કરાવી તેમજ પ્રતિબંધિત બીટ ફોર ડોટ કોમ અને એક્સેચ ડોટ કોમ, પવનએક્સ, ઈંગ્લીશ નાઈન નાઈન નાઈન જેવી વેબ સોફટવેર દ્વારા ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ પર સટ્ટો રમાડવાની સાથે કસીનો ગેમીંગ રમાડતા હતાં. તો સ્થળ પરથી જાવેદ ઉર્ફે જેડી અને પરીમલ કાપડીયા ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતાં. એસઓજીની ટીમે સ્થળ પરથી 19 મોબાઈલ, ચાર લેપટોપ, 10 લાખથી વધુની રોકડ, ઈનવોઈચ ફાઈલ, પેપર કટીંગ મશીન સહિત 17 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *