સુરતમાં ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ સંબંધ આપઘાત સુધી પહોંચ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ સંબંધ આપઘાત સુધી પહોંચ્યો
પ્રેમીના સતત માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકી
ભેસ્તાન પોલીસે બહુચરાજીના યુવક દિલીપ બાબરીયાની ધરપકડ કરી

સુરતમાં ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ સંબંધ યુવતીના આપઘાત સુધી પહોંચ્યો હતો. પ્રેમીના સતત માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકીઓથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા ભેસ્તાન પોલીસે બહુચરાજીના યુવક દિલીપ બાબરીયાની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવતીએ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી અને આરોપી દિલીપ બાબરીયા વચ્ચે ઈન્સ્ટાગ્રામ મારફતે ઓળખાણ થઈ હતી, જે બાદ બંને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ યુવતી પર સતત દબાણ કરતો હતો અને અન્ય યુવક સાથે વાતચીત ન કરવા ધમકાવતો હતો. આરોપી યુવતીને પરિવાર અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હોવાથી યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. આખરે 20 મેના રોજ યુવતીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી અને મૃતકના પિતાની ફરિયાદના આધારે દિલીપ બાબરીયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *