સુરતના ડુમસ વિસ્તારમાં નજીવી બાબતે રસ્તા પર ઝઘડો
ત્રણ ઇસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આરોપીઓમાં વસીમ શેખ, અશરફ શેખ અને ઉમેશ પટેલ
સુરતના ડુમસ વિસ્તારમાં નજીવી બાબતે રસ્તા પર ઝઘડો કરનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 23 મેના રોજ કુવાડા ત્રણ રસ્તાથી એરપોર્ટ તરફ જતા મેઇન રોડ પર ફોરવ્હિલ ગાડી ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે કેટલાક ઇસમો જાહેરમાં ઝઘડો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાને ગંભીરતાથી લઈ ડુમસ પોલીસ હરકતમાં આવી હતી. ડુમસ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વસીમ ખુરશીદ શેખ, અશરફ અબ્દુલ કુર્દુશ શેખ અને ઉમેશભાઈ ઠાકોરભાઈ પટેલનો સમાવેશ થાય છે. ત્રણેય સામે જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરવા અને ઝઘડો કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
