આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સુરતમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ

Featured Video Play Icon
Spread the love

આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સુરતમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ
પરિણીત મહિલાઓએ વડના વૃક્ષનું વિધિવત્ પૂજન કરી વ્રત રાખ્યુ
કતારગામ ખાતે આવેલ કંતારેશ્વર મહાદેવ મંદિરે પૂજન

આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સુરતમાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્યની કામના સાથે પરિણીત મહિલાઓએ કતારગામ ખાતે આવેલ કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર વડના વૃક્ષનું વિધિવત્ પૂજન કરી વ્રત રાખ્યુ હતું.

સુરતમાં આજે વડ સાવિત્રી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર આવેલા વડના વૃક્ષ પાસે પરિણીત મહિલાઓની લાંબી કતારો જોવા મળી હતી. મહિલાઓએ નિર્જળા તેમજ ફળાહાર ઉપવાસ રાખી પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ વડના વૃક્ષની પરિક્રમા કરી, દોરો બાંધી વિધિવત્ પૂજન કર્યું હતું અને સાવિત્રી-સત્યવાનની કથા સાંભળી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આસ્થા અને પરંપરાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *