સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આગની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આગની ઘટના
સ્વર્ણા લગોમ એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી
14 મા માળે એક રૂમમાં આગ લાગતા અફરાતફરી

સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ સ્વર્ણા લગોમ એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી છે. બી બિલ્ડીંગના 14 મા માળે એક રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ સ્વર્ણા લગોમના બી બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 14મા માળે આવેલ એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. ફાયર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *