અંકોડિયા નર્મદા કેનાલમાં જામનગર અને સુરતના બે તબીબ વિદ્યાર્થીઓ ડૂબ્યા
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓના મોત.
એકને બચાવવા જતા બીજા વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો.
વડોદરા નજીક કરૂણાંતિકા સર્જાઇ છે, ઘટનામાં નર્મદા કેનાલમાં પડી ગયેલું ચંપલ લેવા જતાં બે વિદ્યાર્થીઓના મોત થતા ચકચાર મચી છે
જામનગરના વતની અને સુરતની ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે નર્મદાની અંકોડિયા કેનાલમાં ડૂબી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે. ચાર મિત્રો નર્મદા કેનાલ પાસે ફરવા ગયા હતા, જે દરમિયાન જામનગર અને સુરતના બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં જામનગરમાં મૃતકના પરિવારમાં શોકનું મોજુ છવાયું છે. જામનગરના વતની અનેગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 21 વર્ષીય પ્રેમ પ્રવિણભાઈ માતંગ અને 21 વર્ષીય સુરતના આદિત્ય રામકૃષ્ણ ઉપરાંત તેમની સાથે અભ્યાસ કરતા અન્ય બે મેડિકલ વિદ્યાર્થીઓ સંકેત નહાટો અને અંશ પારગી સાથે ફરવા માટે ગયા હતા. ચારેય મિત્રો અંકોડીયા નર્મદા કેનાલ પાસે ઊભા હતા ત્યારે આદિત્ય અને પ્રેમ બંને કેનાલમાં પડી જતાં દુર્ઘટનાથી ભારે કરુણાંતિકા છવાઈ છે.
ઘટના બાદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં લશ્કરની ટીમ પણ સ્થળ પર આવી ગઇ હતી. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહો કેનાલમાંથી મળ્યા હતા. જે બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી ગયો હતો અને બંનેના મૃતદેહોને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દીધા હતા. આ બનાવ અંગે મૃતકના જામનગરમાં રહેતા પરિવારજનો અને સુરતમાં વસતા પરિવારજનોને જાણ કરાતાં બંનેનો પરિવાર વડોદરા દોડી ગયો છે, અને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી