સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં હોળી બંગલા પાસે હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં હોળી બંગલા પાસે હત્યા
ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સબંધીએ જ સબંધીની હત્યા કરી
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનાઓ સ્થળે દોડી ગયા

સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ હોળી બંગલા પાસે પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સબંધીએ જ સબંધીની હત્યા કરી નાંખતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તો બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનાઓ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

સુરતના લાલગેટ મથક વિસ્તારમાં આવેલા હોળી બંગલા નજીક મુસીબતપુરાના મક્કા પેલેસ એપાર્ટમેન્ટ નીચે અલ્તમસ અન્સારી નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અલ્તમસનું મોત નિપજતાં પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક આંતરિક વિવાદને લઈને તેના જ સબંધી સફી શેરા અન્સારીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *