સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
રાણીતળાવ વિસ્તારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ
ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાણીતળાવ વિસ્તારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ જોઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો. તો ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે રાણીતળાવના ખટકીવાડ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળ્યો હતો. જો કે આગ કયાકારણોસર લાગી તે જાણી શકાયુ નથી.
