ગુજરાત સરકારનો એનાલોગ પનીર અને બટર પર પ્રતિબંધ

Featured Video Play Icon
Spread the love

ગુજરાત સરકારનો એનાલોગ પનીર અને બટર પર પ્રતિબંધ
ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચા શરૂ થઈ
સરકારના નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ લગાવતાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયને ગુજરાત હોટલ એસોસિએશને આવકાર આપ્યો છે.

ગુજરાત સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ અરૂણભાઈ શેટ્ટીએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતુ કે માત્ર વેચાણ જ નહીં, પરંતુ એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. તેમણે લોકોને વધુમાં વધુ ડેરી આધારિત ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. સરકારના નિર્ણય બાદ ડેરી પ્રોડક્ટની માંગમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *