રક્ષાબંધન પહેલાં જ સુરતના પરિવારમાં માતમ

Featured Video Play Icon
Spread the love

રક્ષાબંધન પહેલાં જ સુરતના પરિવારમાં માતમ
રાંદેરના 25 વર્ષીય યુવકનું દાંડી ફાટક પાસે મોત
સ્કૂલ બસ સાથે થયેલા અકસ્માતમાં મોત થતા ચકચાર

રક્ષાબંધન પહેલાં જ સુરતના એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જેમાં રાંદેરના 25 વર્ષીય યુવકનું દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે થયેલા અકસ્માતમાં મોત થતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતના રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું દાંડી ફાટક નજીક અકસ્માતમાં કરૂણ મોત થયું છે. મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના બે મિત્રો સાથે બાઈક પર બહાર ફરવા ગયો હતો. દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે બાઈકની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા, જેમાં એક યુવક આદિત્યનું મોત થયું, એક યુવક ઇજાગ્રસ્ત થયો છે જ્યારે ત્રીજો યુવક સુરક્ષિત હતો. મૃતક આદિત્યના પરિવારનો આક્ષેપ છે કે બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે અકસ્માત થયો હોવાનું તેઓએ કહ્યુ હતું. મૃતકના પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે. રક્ષાબંધન પહેલા જ પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *