સુરતમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન શરૂ કરાઈ
કોંગ્રેસ પ્રભારી સંજુ દીક્ષીતની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાયું
બેન, દીકરીઓ, મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં પણ ગભરાય : સંજુ દીક્ષીત
ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન શરૂ કરાઈ રહ્યુ હોય જેને લઈસુરત શહેર ખાતે દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી સંજુબેન દીક્ષીતની હાજરીમાં એક પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા સુરત મનપાના ભાજપ શાસકો પર આકરા પ્રહારો કરાયા હતાં.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન શરૂ કરાઈ રહ્યુ છે જેને લઈ સુરતમાં દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારી સંજુબેન દિક્ષિત આવી પહોંચ્યા હતા. સુરતમાં પત્રકાર પરિષધ સંબોધતા સંજુબેન દિક્ષિતએ જણાવ્યુ હતું કે સુરત ટેક્ષ્ટાઈલ અને હિરા ઉદ્યોગને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જો કે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર હોય કે સુરત મહાનગર પાલિકામાં ભાજપનુ શાસન હોય જનતા ભાજપની ખરાબ નીતિઓ થી ત્રસ્ત થઈ છે. ધંધા કે ઉદ્યોગોનુ કોઈ સારૂ ભવિષ્ય દેખાતુ નથી અને મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવાર નવાર થતા મહિલાઓ પર અત્યાચાર અને છેડતી તથા ગેંગરેપ જેવી ઘટનાઓને લઈ બેન, દીકરીઓ, મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં પણ ગભરાય છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા વિંગ દ્વારા દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મીટીંગ કરી સંગઠન ને મજબુત કરવા અને મહિલા કાર્યકરો તથા આગેવાનો સાથેચર્ચા વિચારણા કરી વિચારણા કરાઈ હતી. સાથે દેશની દીકરી કર્નલ સોફિયા કુરેશી પર ભાજપ નેતા અને મંત્રીઓ દ્વરા કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈ વખોડી કાઢી હતી. સાથે સંગઠન અંગે થયેલી ચર્ચા અંગે સંજુબેન દિક્ષીતએ મીડિયા સાથે વાત કરી હતી.