સુરતમાં બ્રાન્ડેડ ખાદ્યતેલના નામે ડુપ્લિકેટનો પર્દાફાશ
આરોગ્ય વિભાગે 27381 લિટર શંકાસ્પદ તેલ ઝડપ્યું
અખાદ્ય વસ્તુ વેંચનારાઓમાં ફફડાટ જોવા મળ્યો
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હજીરા રોડ પર આવેલ દ્વાર્કેશ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ બેમાં શિવભૂમિ એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 27 હજાર લીટરથી વધુ ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરી નમુનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતાં. જેને લઈ અખાદ્ય વસ્તુ વેંચનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા અખાદ્ય વસ્તુઓનુ વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરાઈ રહી છે ત્યારે સુરતના હજીરા રોડ પર આવેલ દ્વાર્કેશ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ બેમાં શિવભુમિ એન્ટરપ્રાઈઝમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પડાયા હતાં. પાર્થ દેવચંદ ભંડેરીની સંસ્થામાં ફુડ ઈન્સપેક્શન વિભાગના ફુડ સેફ્ટી ઓફિસરોએ ઉત્રાણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સંયુક્ત તપાસ કરી હતી અને સંસ્થામાંથી ખાદ્યતેલનો શંકાસ્પદ જથ્થો હોવાનુ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિલિના રિફાઈન્ડ સનફ્લાવર્સ ઓઈલ ના નાના મોટા ડબ્બાઓ સહિત ડબલ ગુલાબ સિંગતેલ સહિતના 30 લાખ 42 હજારથી વધુનો 27 હજાર 381 લિટર શંકાસ્પદ તેલનો જથ્થો કબ્જે લઈ નમુનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાઈ હતી. અને જો તપાસમાં કોઈ ક્ષત્રિ સામે આવશે તો કાર્યવાહી કરાશે તેમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યુ હતું.