સુરત વરાછા મેઈન રોડ પર મસમોટો ભુવો પડ્યો
ભુવાના કારણે વાહનચાલકો પરેશાન, અકસ્માતનો ભય
ચોમાસામાં સુરતના રસ્તાઓની પોલ ખુલી, વરાછામાં ભુવો પડ્યો
સુરતમાં ચોમાસાની સાથે જ ખાડાઓ પડવાની ઘટનાઓ વધી રહી હોય તેમ વરાછા મેઈન રોડ પર મસમોટો ભુવો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં.
સુરતમાં ઘણા સમયથી જાહેર અવર જવરના રસ્તાઓ પર મસમોટા ભુવા પડી રહ્યા છે. ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં ભુવા પડતા સ્થાનિકો, રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાન થતા હોય છે ત્યારે વરાછા મેઈન રોડ પર મસમોટો ભુવો પડ્યો હતો. બરોડા પ્રિસ્ટેડ પાસે રસ્તા પર અચાનક મોટો ભુવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવ પડ્યો હતો. ભુવાના કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા અકસ્માતની પણ ભીતી સેવાઈ રહી છે.
