ભાવનગર એલસીબીનો સપાટો, 864 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
ભાવનગરમાં 864 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ, એક આરોપી ઝડપાયો
ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટનાં વિદેશી દારુ ની બોટલ નંગ-૮૬૪ કિ.રૂ.૧,૦૭,૮૫૬ સહિત કુલ કિ.રૂ.૪,૧૭,૮૫૬ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્દ વી.અસારી સાહેબભાવનગર રેન્જ,ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. પી.ડી.ઝાલા વી.સી.જાડેજા આર.એ.વાઢેર તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.૦૯/૦૮/૨૦૨૬ના રોજ ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે હરેશભાઇ આસોદરીયા રહે.સુરતવાળા ઘોઘા રો-રો ફેરી સર્વીસમાં તેના કબ્જા-ભોગવટાની ઓફ વ્હાઇટ કલર ની મહિન્દ્દા એન્ડ મહિન્દ્દા કાર રજી.નંબર GJ-21-AQ 6408માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ જવાના છે. જે બાતમી આધારે વોચમાં રહેતાં નીચે મુજબની કારમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલો ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ ઓન્લી લખેલ મળી આવેલ. જેથી આ અંગે ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..
