સુરતમાં સાડા ત્રણ વર્ષ બાદ કોરોનનું કમબેક
શહેરમાં કોરોનાના 2 પોઝિટિવી કેસ નોંધાયા
બન્ને સંક્રમિતને સારવાર માટે સિવિલમાં દાખલ
ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો
વર્ષ 2020માં આવેલી મહામારી કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં બે બે કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. વેસુ વિસ્તારની બે મહિલાઓ કોરોના પોઝીટીવ આવતા તેઓને નવી સિવિલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે.
દુનિયાભરમાં વર્ષ 2020માં આતંક મચાવનાર કોવિડ 19 એટલે કે કોરોનાએ ફરી માથુ ઉંચક્યુ છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસો નોંધાયા બાદ હવે ભારતમાં પણ કોરોનાના કેસોમાં બીજીવાર ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદથી શરૂ થયેલા કોરોનાના કેસો સુરત સુધી આવી પહોંચ્યા છે. સુરતમાં એક સાથે બે મહિલાઓના કોરોનાના કેસ પોઝીટીવ આવ્યા છે. વેસુ વિસ્તારની બે મહિલાઓના કોરોનાના કેેસો બોઝીટીવ આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તો આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને બન્ને કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટ્રેસિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તો આગામી દિવસોમાં કોરોના વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે.