સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા
પાંડેસરાની મારુતિ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમ્સ ઉદ્યોગને મોટો ફટકો
તંત્ર દ્વારા મદદ નહીં મળતાં ઉદ્યોગકારોમાં રોષ

સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયાને લઈ તારાજી સર્જાઈ હતી. ત્યારે પાંડેસરાની મારુતિ ઈન્ડસ્ટ્રીઝમાં લૂમ્સ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હોય તેમ લાખોનું નુકસાન થયુ હોવા છતા તંત્ર દ્વારા મદદ નહીં મળતાં ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરતના પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા લૂમ્સ ઉદ્યોગને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. કારખાનામાં રાખેલો કાચો માલ, તૈયાર માલ અને મશીનરીને ભારે અસર પહોંચી હોવાનું કારખાનેદારોએ જણાવ્યું હતું. કારખાનેદારોએ વધુમાં જણાવ્યુ હતુ કે વરસાદના દિવસે અનેક કારીગરો કારખાનામાં જ ફસાઈ ગયા હતા. મદદ માટે સ્થાનિક નગરસેવકો અને સરકારી તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોનનો જવાબ પણ મળ્યો ન હતો. કારખાનેદારોના આક્ષેપ મુજબ તે સમયે કોઈ સરકારી કર્મચારી કે જનપ્રતિનિધિ સ્થળ પર મદદ માટે પહોંચ્યા ન હતાં. પાણી ઉતર્યા બાદ નુકસાનનું સાચું ચિત્ર સામે આવ્યું છે. કારખાનેદારોએ તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી અસરગ્રસ્ત ઉદ્યોગોને વળતર તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *