સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં લાખોની ચોરી મામલો

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં લાખોની ચોરી મામલો
યુપીના બસ્તી જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
જવેલર્સમાં ચોરી કરનાર આરોપી રજીતરામ ઉર્ફે મોન્ટુને ઝડપ્યો

સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખોની ચોરી મામલે ક્રાઈમ બ્રાન્ચે યુપીના બસ્તી જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તો અગાઉ પાંડેસરા પોલીસની સતર્ક કામગીરીને લઈ મુદ્દામાલ યુપીથી મળી આવ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 27 જૂનના રોજ કૃષ્ણા જ્વેલર્સ દુકાનના છતના પતરા કાપીને ચોરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. અને શોકેસ અને કાઉન્ટરમાંથી ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 7,62,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી બાદ આરોપીઓ બસ મારફતે ઉત્તર પ્રદેશ તરફ ભાગી રહ્યા હતા. પોલીસે સતર્કતા દાખવતા બસ રોકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને આરોપીઓ બસમાંથી કૂદી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો હતો. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં દરોડો પાડી મુખ્ય આરોપી રજીતરામ ઉર્ફે મોન્ટુની ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *