સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીના ફરાર આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીના ફરાર આરોપીને ઝડપ્યો
સાત વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ પર છૂટ્યા બાદ હતો ફરાર
રીઢા આરોપી રાહુલ મધુકર ગાયકવાડને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં સાત વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર રીઢો આરોપીને ઝડપી પાડી વધુ પાંચ ઘરફોડ ચોરીના ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યા હતાં.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયા બાદ સાત વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ પર છુટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર રીઢા આરોપી રાહુલ મધુકર ગાયકવાડને ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, લેપટોપ અને બે મોબાઇલ મળી 1.36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ડિંડોલી અને સચીન વિસ્તારમાં પાંચ ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે તમામ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *