દાઠા પી.આઈ.મકવાણાએ 35000 ના તોડ માટે યુવકને ઢોરમાર મારતા ગંભીર
એક આરોપી પાસેથી 1 બોટલ દારૂ મળ્યો તેના દસ હજાર પડાવ્યા
પી.આઈ. મકવાણાની તપાસ મહુવા એએસપી અંશુલ જૈનને સોંપાઇ
ભાવનગર મહુવા ડિવીઝનના દાઠા પોલીસ હેઠળ આવતા પાદરગઢ ગામના એક યુવકને દારૂના કેસમાં દાઠા પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પોલીસે યુવક વિરૂદ્ધ એફ.આઇ.આર. વગર ત્રણ દિવસ ગોંધી રાખી દાઠા પી.આઇ. મકવાણા વતી બે કોન્સ્ટેબલે આરોપી પાસે 35000 રૂપીયાની માંગણી કરી બે દિવસ ઢોર મારમાર્યો હતો જે મામલે યુવક બેભાન થઇ જતાં સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
ભાવનગર મહુવા ડિવીઝનના દાઠા પોલીસ સ્ટેશનમાં યુવકે પી.આઇ. વિરૂદ્ધ 35000 રૂપિયા માંગી મારમાર્યાનો ગંભીર આક્ષેપો લગાડ્યા હતા. તેમજ એક આરોપી પાસેથી એક દારૂની બોટલ મળતા તેની પાસેથી પણ પોલીસે દસ હજાર પડાવ્યા હોવાનું પિડીત યુવકે જણાવ્યું હતું, તળાજાના પાદરગઢ ગામે રહેતા રામભાઇ ઉકાભાઇ મેરે જણાવ્યું હતું કે, તેમના મિત્રોના લગ્ન પ્રસંગે દારૂની બોટલો લાવ્યા હતા પરંતુ તે તમામ બોટલો તેના મિત્રોને આપી દિધી હતી અને બાદ એક મિત્ર એક દારૂની બોટલ સાથે દાઠા પોલીસે પકડ્યો હતો અને તેના મિત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી પોલીસે તેના મિત્ર કેતનભાઇ પાસેથી રૂા. 10,000 લઇ છોડી મુક્યો હતો અને બાદમાં મિત્ર કેતનભાઇએ રામભાઇ પાસેથી દારૂ લાવ્યાનું કહેતા, દાઠા પોલીસ મથકના બે કોન્સ્ટબલે રામભાઇના ઘરે જઇ તપાસ હાથ ધરતા એકપણ બોટલ ન મળી આવ્યા છતાં તેમની મંગળવાર રાત્રે ધરપકડ કરી હતી અને તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધ્યા વિના મારમાર્યો હતો અને બીજા દિવસે પી.આઇ. ચેતન મકવાણાએ રામભાઇને ઊંધા માથે ટીંગાડીને ગંભીર મારમાર્યો હતો.
પી.આઇ. મકવાણાએ 35000 રૂપિયા આપીશ તો છોડી મુકીશ તેવા રામભાઇએ ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું. અને બાદમાં રામભાઇ બે ભાન થઇ જતાં સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં દાઠા પોલીસની પોલ ખુલી જવા પામી હતી. આ મામલે PI મકવાણાની તપાસ મહુવા ASP અંશુલ જૈનને સોંપાઇ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી