માંડવી નગર ખાતે સમરસતા સંકલ્પ અભિયાન

Featured Video Play Icon
Spread the love

માંડવી નગર ખાતે સમરસતા સંકલ્પ અભિયાન
કળશને પૂજા અર્ચના કરી નગરમાં કળશ યાત્રા

શ્રી ગુરુ રવિદાસ મહારાજ ની 650 મી જન્મ જયંતિ નિમિત્તે માંડવી નગર ભાજપ દ્વારા દત્ત મંદિરે કળશને પૂજા અર્ચના કરી નગરમાં કળશ યાત્રા કાઢવામાં આવી.

માંડવી નગર ખાતે સંત શિરોમણી પૂજ્ય રવિદાસ મહારાજની 650 જન્મ જયંતી નિમિત્તે તેમની જન્મભૂમિ ઉત્તર પ્રદેશના વારાણસી ના ગામ શીર ગોવર્ધનપુર તેમની જન્મભૂમિ માંથી માટીનો નો કળશ માંડવી ખાતે આવ્યો હતો જેને માંડવી નગરમાં ઢોલ નગારા સાથે ભક્તિભાવ માહોલમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ કળશનીપૂજા વિધિ કરી આખા નગરમાં ફેરવવામાં આવ્યો હતો જેમાં સુભાષ ચોક ખાતેવાલ્મિકી સમાજના બહેનો મધુબેન સોલંકી દ્વારા કળશની પૂજા કરી પુષ્પો વર્ષા કરી હતી. ગાંધી ફળિયા ખાતે રાજેશભાઈ જોધપુરી અને તેમના ધર્મપત્ની દ્વારા કળશને કંકુ તિલક દ્વારાપૂજા અર્ચના કરી પુષ્પવર્ષા કરી વધાવી લીધો હતો. તેમજ માંડવી મેઇન બજારમાં ચર્મકાર દેવીદાસ પવાર દ્વારા કળશને માથે ઊંચકી લઇ ભક્તિભાવ પૂર્ણ માહોલમાં વધાવી લીધો હતો. તેમજ વિવિધ સમાજો દ્વારા કળશને માથે લઈ સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ કળશ યાત્રામાં માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ માંડવી પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ ઓટદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, તેમજ સંગઠનના હોદ્દેદારો પાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ સમરસતા સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ શાલીનભાઈ શાહ તેમજ સહ ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકી, વિનય ભાઈ જોધપુરી, ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *